Bhupat Vadodariya
3 Books
(19 ફેબ્રુઆરી, 1929 * 4 ઑક્ટોબર, 2011) જન્મ : ધ્રાંગધ્રા, ગુજરાતપિતા : છોટાલાલ વડોદરિયામાતા : ચતુરાબહેન વડોદરિયાપત્ની : ભાનુબહેન વડોદરિયા સંતાનો : રાજેશ વડોદરિયા, શૈલેષ વડોદરિયા,કિરણ વડોદરિયા અને મનોજ વડોદરિયા. ગુજરાતી ભાષાના મૂર્ધન્ય લેખક, ચિંતક, ફિલૉસોફર અને કૉલમિસ્ટ તરીકે શ્રી ભૂપત વડોદરિયાનું નામ આદરથી લેવાય છે. મોટિવેશનલ લેખનનો પાયો નાખનાર ભૂપતભાઈની રમૂજવૃત્તિ પણ એમના સમકાલીન લેખકોમાં જાણીતી હતી. એમનું વાંચન વિશાળ હતું, જેની ઝલક એમની કૉલમ અને ચિંતનાત્મક લેખોમાં જોવા મળે છે. 26 વર્ષની વયે ‘ફૂલછાબ’ દૈનિકના સૌથી યુવાન સંપાદક રહ્યા પછી અમદાવાદમાં ‘સંદેશ’, ‘ગુજરાત સમાચાર’, જેવાં માતબર અખબારો સાથે લાંબો સમય કાર્ય કર્યું. 1982થી 1986 સુધી ગુજરાત સરકારના માહિતી વિભાગમાં નિયામક તરીકે સેવાઓ આપી. 1986માં શ્રી ભૂપત વડોદરિયાએ પોતાના અખબાર ‘સમભાવ’ની સ્થાપના કરી. નિષ્પક્ષ અને નીડર ખબરો માટે જાણીતા ‘સમભાવ’ના તંત્રી પદે 25 વર્ષ રહ્યા પછી સ્વૈચ્છાએ નિવૃત્તિ સ્વીકારી. ભૂપતભાઈના 50 કરતાં વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. જેમાં ‘પ્રેમ એક પૂજા’ને ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

Showing all 3 results