Salil Dalal
3 Books
ગુજરાતમાં ડેપ્યુટી કલેક્ટરપદેથી નિવૃત્ત થઈને 2008માં કેનેડા જઈને વસવાટ કર્યો તે પહેલા સલિલ દલાલ 1970ના દાયકાથી 2008 સુધી અગ્રણી ગુજરાતી અખબારોમાં હિન્દી ફિલ્મજગતને લગતી કોલમ ‘ફિલમની ચિલમ’ લખતા હતા અને હજુ પણ તેઓ લેખન-રત છે. ફિલ્મ જગત વિષયક પુસ્તકો પ્રગટ કરવા ઉપરાંત કેનેડા જઈને તેમણે પોતાનું નવું જીવન કંડાર્યું. હળવી શૈલીમાં કરેલો પ્રસ્તુત વાર્તાલાપ એમના સાહસ, ઉદ્યમ અને વિશાળ દૃષ્ટિકોણનું દર્શન કરાવે છે.