વિશ્વાસ પાટીલનો જન્મ નેલે (જિ. કોલ્હાપુર) ખેડૂત કોમમાં થયો હતો. તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે M.A. તથા LLB થયા હતા.
શ્રી પાટીલની 'ઝાડાઝડતી' સામાજિક નવલકથાને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો 1992નો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પાણીપત’ નવલકથાને કલકત્તાની ભારતીય ભાષા પરિષદનો સર્વોત્કૃષ્ઠ સાહિત્યનો પુરસ્કાર મળ્યો છે. આજ સુધીમાં ચાલીસથી વધુ પુરસ્કાર એમની વિવિધ નવલકથાઓને મળી ચૂક્યા છે.
પાણીપત’ નવલકથા પર આધારિત એમનું ‘રણાંગણ’ નાટક આજે મરાઠી રંગભૂમિમાં માઇલસ્ટોન’ ગણાય છે. એના પ્રયોગો અમેરિકામાં થઈ ચૂક્યા છે અને ભારતનાં વિવિધ સ્થળોએ ભજવાઈ રહ્યા છે. મહાનાયક’ના અભ્યાસ માટે એમણે જાપાન, બ્રહ્મદેશ, થાઇલેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, ઇટાલી અને સ્વિત્ઝરલૅન્ડ જેવા દેશોનો પ્રવાસ ખેડયો હતો.
નેતાજી સુભાષચંદ્ર બોઝનાં જીવન અને કાર્ય ઉપર આધારિત અત્યંત લોકપ્રિય નવલકથા મહાનાયક’ની મરાઠી ભાષામાં માત્ર એક વર્ષમાં ત્રણ આવૃત્તિ વેચાઈ ગઈ. ભારતીય જ્ઞાનપીઠે એને હિંદીમાં પ્રકાશિત કરી. ઉપરાંત મલયાલમ, તામિલ, રાજસ્થાની, અંગ્રેજી અને જાપાની જેવી દેશવિદેશની ભાષાઓમાં પ્રકાશિત થઈ છે.