Sidney Sheldon
2 Books / Date of Birth:- 11-02-1917 / Date of Death:- 30-01-2007
રોમાંચક અને અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરેલી પોતાની નવલકથાઓ માટે આજની તારીખે જગપ્રસિદ્ધ લેખક સિડની શેલ્ડનની અનન્ય કૃતિઓ છે : આર યૂ અફ્રેઇડ ઑફ ધ ડાર્ક?, ધ સ્કાય ઇઝ ફોલિંગ, ટેલ મી યોર ડ્રીમ્સ, ધ બેસ્ટ લેઇડ પ્લાન્સ, મોર્નિંગ, નૂન ઍન્ડ નાઇટ, નથિંગ લાસ્ટ્સ ફૉરએવર, ધ સ્ટાર્સ શાઇન ડાઉન, ધ ડૂમ્સડે કોન્સપિરેસી, મેમરીઝ ઑફ મિડનાઇટ, ધ સેન્ડ્સ ઑફ ટાઇમ, વિન્ડમિલ્સ ઑફ ધ ગૉડ્સ, ઇફ ટુમોરો કમ્સ, માસ્ટર ઑફ ધ ગેમ, રેજ ઑફ એન્જલ્સ, બ્લડલાઇન, એ સ્ટ્રેન્જર ઇન ધી મિરર અને ધ અધર સાઇડ ઑફ મિડનાઇટ. તમામ નવલકથાઓ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર રહી ચૂકી છે. તેમના પ્રથમ પુસ્તક, ધ નેકેડ ફેસને ન્યૂ યૉર્ક ટાઇમ્સે ‘વર્ષની પ્રથમ શ્રેષ્ઠ રહસ્યકથા’ તરીકે વધાવી હતી. એ પુસ્તકને એડગર નામાંકન સાંપડ્યું હતું. તેમની મોટા ભાગની નવલકથાઓ પરથી મહત્ત્વપૂર્ણ ફીચર ફિલ્મો અથવા ટીવી માટે લઘુશ્રૃંખલા બનાવવામાં આવી છે. વિશ્વભરમાં તેમનાં પુસ્તકોની 30 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે, 51 ભાષાઓમાં અને 180 દેશોમાં પ્રકાશિત થઈ ચૂકી છે. ‘વિશ્વમાં સૌથી વધુ અનુવાદિત લેખક’ તરીકે ગિનેસ બૂક ઑફ વર્લ્ડ રૅકર્ડ્સની યાદીમાં તેમનું નામ નોંધાયું છે.નવલકથાકાર બન્યાં પહેલા, સિડની શેલ્ડન બ્રોડવેના રેડહેડ માટે ટોની ઍવૉર્ડ અને ધ બેચલર ઍન્ડ ધ બોબી સૉક્સર માટે એકૅડેમી ઍવૉર્ડ જીતી ચૂક્યા હતા. તેમણે બૉક્સ ઑફિસના કેટલાય ઍવૉર્ડ જીત્યા છે. તેમણે પચીસ ફિલ્મો માટે પટકથાઓ લખી છે જેમાં ઇસ્ટર પરેડ (જુડી ગારલૅન્ડ સાથે) અને ઍની ગેટ યોર ગનનો સમાવેશ થાય છે. બંને માટે તેમને ક્રીન રાઇટર્સ ગિલ્ડના પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બ્રોડવેના બીજાં છ હિટ નાટકો લખ્યાં હતાં અને લાંબો સમય ચાલેલી ત્રણ ટીવી સિરીઝનું સર્જન કર્યું હતું. જેમાં ધ પેટ્ટી ડ્યૂક શૉ, હાર્ટ ટુ હાર્ટ અને આઇ ડ્રીમ ઑફ જીનીનો સમાવેશ થાય છે, જેના તેઓ નિર્માતા હતા અને એ માટે તેમને ઍમ્મી નામાંકન પ્રાપ્ત થયું હતું. ધ અધર સાઇડ ઑફ મી નામે તેમની આત્મકથા 2005માં પ્રકાશિત થઈ હતી જે વિવેચકોએ એક અવાજે વખાણી હતી. ઍવૉર્ડ વિજેતાં નાટકો, ફિલ્મો, નવલકથાઓ અને ટેલિવિઝન કાર્યક્રમો દ્વારા કરોડો લોકોને આનંદિત કરનાર લેખક તરીકે સિડની શેલ્ડન દિગ્ગજ વાર્તાકાર તરીકે પોતાનો સિક્કો જમાવી ચૂક્યા છે.

Showing all 2 results