Madhav Ramanuj
2 Books / Date of Birth:- 22-04-1945
રામાનુજ માધવ ઓધવદાસ એ કવિ લેખક છે. જન્મ પચ્છમ (જિ. અમદાવાદ)માં. ૧૯૭૩માં અમદાવાદની સી.એન. કૉલેજ ઑવ ફાઈન આર્ટસમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમાં ઑફ આર્ટ. ૧૯૬૯માં ‘અખંડઆનંદ’ સામયિકના તંત્રીવિભાગમાં. ૧૯૬૯ થી ૧૯૭૦ દરમિયાન વોરા ઍન્ડ કંપનીના પ્રકાશન-માસિકપત્રિકાના સંપાદન વિભાગમાં. ૧૯૭૦ થી ૧૯૭૩ દરમિયાન આર.આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખ્યપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી. ૧૯૭૩ થી અદ્યપર્યત સી.એન.ફાઈન આર્ટસ કૉલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક.નેવું ઉપરાંત કાવ્યરચનાઓનાં સંગ્રહ ‘તેમ’ (૧૯૭૨)માં મુખ્યત્વે પરાંપરિત લય-ઢાળોના આધારે લખાયેલી પ્રણય-વિરહ વગેરે ભાવોને નિરૂપતી ગીત-સ્વરૂપની કૃતિઓ છે. 

Showing all 2 results