7 Books / Date of Birth:-
27-06-1918 / Date of Death:-
22-01-1914
ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો જન્મ જૂનાગઢ જિલ્લાના કોડીનારમાં થયો હતો. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૫૩માં રામનારાયણ પાઠકના માર્ગદર્શન હેઠળ 'મણિલાલ નભુભાઈ દ્વિવેદી: એક અધ્યયન' શિર્ષકથી શોધનિબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૬૦ થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત થઇને પછી તેઓ ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક રહ્યા હતા. એક સર્જકવિશેષ તરીકે મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને સ્વરૂપવિશેષ રૂપે સાહિત્યનો ઈતિહાસ - આ બંને વિષયો પર ધીરુભાઈએ એકાધિક ગ્રંથો લખ્યા છે. મણિલાલ નભુભાઈ વિશેનું તેમનું શોધકાર્ય માન્ય (authentic) અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે.ભારત સરકારે તેમને પદ્મભૂષણ અવોર્ડથી નવાજ્યા છે.ધીરુભાઈએ મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જીવન પર આધારિત 'ઊંચો પર્વત, ઊંડી ખીણ' (૧૯૯૩) નામે ચરિત્રનાટક લખ્યું છે. આ નાટકમાં લેખકે મણિલાલનાં કાવ્યો, ગઝલો વગેરેનો ઉપયોગ નાટકની જરૂરિયાત મુજબ કરેલો છે.તેમણે પાબ્લો નેરુદાના જીવનની યાદોનો અનુવાદ (૨૦૧૦) કર્યો છે.