દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા ત્રણ વર્ષના ગાળામાં સંપન્ન કરનાર વિપુલ શુક્લએ ભારતના રસ્તેથી કૈલાસ માનસરોવરની યાત્રા પણ 2004 માં કરેલી છે. ધાર્મિક પ્રવાસ, ભારતીય સંગીત અને મેનેજમેન્ટ તેમની રૂચીના મુખ્ય વિષયો છે. તેઓ BSC, LLB અને માસ્ટર ઇન જર્નાલિઝમની ડિગ્રીઓ ધરાવે છે. તેમણે ભારતીય વિદ્યાભવનમાંથી માર્કેટિંગ મેનેજમેન્ટનો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કરેલ છે. 1999 થી તેઓ પોતાની જનસંપર્ક કંપની ચલાવી રહ્યા છે.