Parth Nanavati
5 Books
જન્મસ્થળ: સુરત, ગુજરાત  પ્રાથમિક શિક્ષણ: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વિવિધ શાળાઓમાં  ઉચ્ચ શિક્ષણ: M.Sc. (Microbiology) S.P. University, Vallabh-Vidyanagar વ્યવસાય:     1.    માઇક્રોબાયૉલૉજીના વ્યાખ્યાતા, ખંભાત સાયન્સ કૉલેજ (1996-2003)     2.    હૉસ્પિટલ સાયન્ટિસ્ટ, ન્યૂ સાઉથ વૅલ્સ હેલ્થ પૅથૉલૉજી, સિડની, ઑસ્ટ્રેલિયા (2003-2015)     3.    લૅબોરેટરી મૅનેજર (2015થી 2021), ન્યૂ સાઉથ વૅલ્સ હેલ્થ પૅથૉલૉજી, સિડની, ઑસ્ટ્રેલિયા     4.    સિનિયર ઑપરેશન્સ મૅનેજર (2021થી) ન્યૂ સાઉથ વૅલ્સ હેલ્થ પૅથૉલૉજી, સિડની, ઑસ્ટ્રેલિયા ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વૅલ્સ રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટની લૅબોરેટરીમાં દિવસ દરમિયાન ઑપરેશન મૅનેજર તરીકે ફરજ બજાવતા પાર્થ સાંજે ગુજરાતી થ્રિલર વાર્તાઓના ફલક પર એક નવો અવતાર ધારણ કરતા હોય છે.  નાનપણમાં સ્કૂલના ફ્રી પિરિયડમાં પોતે વાંચેલી વાર્તાઓ, જોયેલી ફિલ્મોના પ્રસંગો અને પાત્રો ભેગાં કરીને વાર્તા કહેવાની આદત એટલે પાર્થનો ફિક્શન સાથેનો પ્રથમ પરિચય. ફાધર પોલીસ અધિકારી હોવાને કારણે પાર્થનો ઉછેર ગુજરાતનાં વિવિધ ગામો અને શહેરોમાં થયેલો. ફિક્શન લખવામાં આ વાતનો ફાયદો એ થયો કે, પાર્થ અનેકવિધ લોકો, રીતરિવાજો અને બોલીના સંપર્કમાં આવ્યા, જેના પરિણામે એમની વાર્તાઓ પ્લોટ ડ્રિવન નહીં હોઈને કૅરેક્ટર ડ્રિવન વધારે હોય છે. 2013થી નિયમિત રીતે પાર્થની ટૂંકી વાર્તાઓ, લઘુનવલ અને નવલ ગુજરાતી ભાષાના દૈનિક અને સામયિકોમાં પ્રકાશિત થાય છે.