Tejal Chauhan
1 Book
‘કૃષ્ણ એટલે જીવન’ અને જીવન વગર કંઈપણ કરવું શક્ય નથી. શ્રીકૃષ્ણના ગીતાજ્ઞાનથી પ્રભાવિત થઈ તેજલ ચૌહાણને એમની જિંદગી એકદમ સુકૂનમય લાગવા લાગી છે. કૃષ્ણથી પ્રેરિત થઈ તેમણે તેમની જીવન જીવવાની પદ્ધતિ જ બદલી નાખી. તેજલ છેલ્લાં 12 વર્ષથી અકાઉન્ટન્ટની ફરજ બજાવી રહ્યાં છે. તેમના મનમાં ઘણાં સપનાં હતાં, પરંતુ પોતાના Passionને પોતાનું Career બનાવવું એ તેમને તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું કાર્ય લાગે છે, કારણ કે તેજલ ચૌહાણ એવું માને છે કે ‘તમને જેમાં રસ છે એ વસ્તુ તમે સારી રીતે કરી શકો છો અને મનગમતા કામમાં ભૂલો પણ ઓછી થવાની શક્યતા રહે છે.’ તેજલ ચૌહાણ મહેન્દ્ર સિંઘ ધોનીનાં મોટા ફેન છે. તેમનાં માતા હંસા ચૌહાણ, જે એક સિંગર છે અને મહેન્દ્ર સિંઘ ધોની, જે ભારતીય ક્રિકેટર છે તે બંનેને અનુસરી અને તેમની મનગમતી કલાને પસંદ કરી અને અકાઉન્ટિંગની સાથે સાથે પુસ્તક લખવાનું પણ સાઇડમાં ચાલુ કરી દીધું. આ તેમનું પ્રથમ પુસ્તક છે. નાનપણમાં જ તેજલના પિતા મહેન્દ્ર ચૌહાણ ગુજરી ગયા હતા, ત્યારથી જ તેમનાં માતાએ તેમને પિતાનો પણ પ્રેમ આપ્યો છે અને હંમેશાં એકલા આગળ વધવાનું શીખવ્યું છે અને ભાઈ નૌશીલ ચૌહાણનો તેમને ઘણો જ સપોર્ટ મળ્યો છે. એક સાચો ફ્રૅન્ડ, એમને એમના ભાઈ નૌશીલના રૂપે મળ્યો છે, જે તેમના બધા જ સમયે તેમની આગળ ઊભો રહે છે. કદાચ તેમના જેટલું તેજલને કોઈ ઓળખતું નહીં હોય. તેજલ ચૌહાણને ક્વૉટ લખવા ખૂબ જ ગમે છે તે અવારનવાર ક્વૉટ્સ લખતાં રહે છે. જ્યારે તેમણે મહાભારતનો એક એપિસોડ જોયો હતો ત્યારે એમને કૃષ્ણની એક વાત બહુ જ સરસ લાગી હતી, ‘શ્રીકૃષ્ણએ કહ્યું, હે અર્જુન! ત્યાં સુધી જ એક ટીપું, ખાલી એક ટીપું કહેવાય છે જ્યાં સુધી એ એક સમુદ્રમાં ન પડે. જેવું તે એક સમુદ્રમાં પડે છે તે ખુદ એક સમુદ્ર બની જાય છે. તો એક એવા સમુદ્રની શોધ કરો જ્યાં તમે પોતે એક ટીપાથી એક સમુદ્રમાં પરિવર્તિત થઈ જાઓ.’ કદાચ આ તેજલ નામના ટીપાને આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા.લિ.ના પારખુ સંપાદક શ્રીમાન હર્ષદભાઈ પંડ્યા નામના સમુદ્ર મળી ગયા, જેમણે તેજલને પણ સમુદ્રમાં સમાવવાની પહેલ કરી, જેમના માર્ગદર્શન હેઠળ એમનું પહેલું પુસ્તક લખી શક્યાં છે, જેમનો તે જેટલો આભાર વ્યક્ત કરે તેટલો ઓછો છે. કૃષ્ણ કહે છે કે કોઈપણ ઘટના થવા પાછળ કોઈ નિમિત્ત બને છે તો તેજલનું પુસ્તક લખાઈ તો ગયું હતું આગળની પ્રોસેસ કઈ રીતે કરવી એ તેજલને ખબર નહોતી. તો તેજલ માને છે કે કૃષ્ણએ તેના નિમિત્ત તરીકે શ્રીમાન દેવેન્દ્ર તિવારી, જેમણે પુસ્તક લખ્યા બાદની પ્રોસેસ સમજાવી અને શ્રીમાન પ્રણવ જોશીએ પુસ્તકને ક્યાં પ્રકાશિત કરવું જોઈએ-થી લઈને પ્રકાશક સાથે મિટિંગ કરવા સુધીની પ્રેરણા આપી. તેમનો તે ખૂબ જ આભાર માને છે.

Showing the single result