Chetan Bhagat
8 Books / Date of Birth:- 22-04-1974
ચેતન ભગત બેસ્ટસેલર બની ચૂકેલી છ નવલકથાઓનાં લોકપ્રિય લેખક છે. આ નવલકથાઓની 10 મિલિયન ઉપરાંત નકલો વિશ્વભરમાં વેચાઈ ચૂકી છે અને વિશ્વની બાર જેટલી ભાષામાં એના અનુવાદો થઈ ચૂક્યા છે. 2008માં ‘New York Times’ એ ચેતન ભગતને ભારતના ઈતિહાસમાં સૌથી વધુ વેચાતા લેખક તરીકે આવકારતાં કહ્યું છે કે આ લેખકે પોતાની લોકપ્રિયતાની સ્થિતિ આજે પણ એટલી જ બરકરાર રાખી છે. એમની મોટાભાગની નવલકથાઓ પરથી બૉલિવુડમાં ફિલ્મો બની ચૂકી છે. લેખક પોતે પણ શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ રાઈટર તરીકેનો ફિલ્મફેર ઍવૉર્ડ મેળવી ચૂક્યા છે. Time મૅગેઝિને વિશ્વની સૌથી મોટી વગ ધરાવતી 100 વ્યક્તિઓમાં ચેતન ભગતની ગણના કરી છે, તો USAની Fast Companyએ વિશ્વના શ્રેષ્ઠ 100 બિઝનેસમેનની યાદીમાં તેમનો સમાવેશ કર્યો છે. Times of India અને Dainik Bhaskarમાં આવતી એમની કૉલમો સમગ્ર દેશમાં વંચાય છે. તેઓ દેશના અગ્રિમ એવા મોટિવેશનલ સ્પીકર્સમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને આ અંગેના ઘણા TV Showનું એમણે સંચાલન પણ કર્યું છે.ચેતન ભગતે દિલ્હીની IIT અને અમદાવાદની IIMમાં અભ્યાસ કરીને દસ વર્ષ સુધી Investment-Banking ક્ષેત્રે કામ કર્યું. એ પછી એમણે ફુલટાઇમ રાઈટર બનવા માટે નોકરીને તિલાંજલિ આપી.
Social Links:-