Benyamin
1 Book
મલયાલમ ભાષામાં નવલકથા અને ટૂંકી વાર્તાઓ લખતા બેન્યામીન, કેરળમાં રહે છે. અત્યાર સુધીમાં એમને મળેલાં અનેક સન્માન અને ઍવૉર્ડ્સમાં JCB પ્રાઇઝ ફોર લિટરેચર (2018), ક્રૉસવર્ડ બુક ઍવૉર્ડ ફોર ટ્રાન્સલેશન, અબુ ધાબી મલયાલમ સમાજમ ઍવૉર્ડનો સમાવેશ થાય છે. વર્ષ 2009માં એમને ‘આડુજીવિતમ' માટે કેરળ સાહિત્ય ઍકેડમી ઍવૉર્ડ મળ્યો હતો. ‘આડુજીવિતમ’નું અંગ્રેજીમાં ભાષાંતર (Goat Days) કરનાર જોસેફ કોયિપલ્લી સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ કેરાલામાં તુલનાત્મક સાહિત્ય (comparative literature) ભણાવે છે. એ પહેલાં એમણે Sherubtse કૉલેજ, ભુતાન; જામિયા મિલિયા ઇસ્લામિયા, નવી દિલ્હી, આરબ ઓપન યુનિવર્સીટી; યુનિવર્સિટી ઑફ હાઇલ; અમેરિકન યુનિવર્સિટી ઑફ લંડન ઇન હાઇલ, સાઉદી અરેબિયામાં લેક્ચરર-પ્રોફેસર તરીકે લાંબો સમય કામ કર્યું છે.

Showing the single result