
Arvind Tank
1 Book
મૂળ વતન : અરવિંદ ટાંક સૌરાષ્ટ્ર, હાલાર પ્રદેશ
ગામ : મેઘપુર જિલ્લો : જામનગર
હાલ : હિંમતનગર
અભ્યાસ : બી.એ. એક્સ્ટર્નલ
વ્યવસાય : કન્સ્ટ્રક્શન
શોખ : વાંચન, લેખન, પ્રવાસલેખન ક્ષેત્ર
2013માં ‘ગોખ’ નિબંધસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક મળ્યું.
સાહિત્યના બધા જ પ્રકારોમાં ખેડાણ કર્યું છે.
સાહિત્યિક કૃતિઓ શિષ્ટ સામાયિકોમાં પ્રકાશિત થાય છે.
હિંમતનગર સાહિત્ય સભામાં સંયોજક તરીકે કાર્યરત છે.
પરિવારમાં કોઈને અડચણ ન પડે એટલે રાત્રિ દરમિયાન બેથી પાંચ બહાર ઓસરીમાં નગરપાલિકાના લાઇટના થાંભલા નીચે ખાટલામાં બેસીને લખવું એ તેમનો ક્રમ છે.
સાત નવલકથા, ચાર નિબંધસંગ્રહ, બે વાર્તાસંગ્રહ, બે ગીતસંગ્રહ, ચાર લઘુકથાસંગ્રહ પ્રકાશિત થવાની રાહ જોઈ રહ્યા છે.