Aashu Patel
21 Books
પત્રકારત્વમાં ત્રણ દાયકાની કરીઅર દરમિયાન આશુ પટેલે ઇન્ડિયન ઍક્સપ્રેસ ગ્રુપના (પત્રકારત્વમાં અનોખી ફ્રેશનેસ લાવનારા હસમુખ ગાંધીના તંત્રીપદ હેઠળના) અખબાર ‘સમકાલીન', ‘સંદેશ', ‘મુંબઈ સમાચાર', ‘અભિયાન', ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ગ્રુપનાવર્ષા અડાલજા જેના તંત્રી હતા એવા મૅગેઝિન ‘ફેમિના' (ગુજરાતી આવૃત્તિ), ‘યુવદર્શન', ‘ગુજરાતમિત્ર', ‘મિડ-ડે’, ‘ગુજરાત ગાર્ડિયન', ‘ગુજરાત સમાચાર', ‘દિવ્ય ભાસ્કર' વગેરે પ્રકાશનોમાં કલમ ચલાવી. તેમણે ‘સંદેશ', ‘ગુજરાત સમાચાર', ‘ગુજરાતમિત્ર'ની મુંબઈ આવૃત્તિના સિટી એડિટર, રેસિડન્ટ એડિટર તરીકે પણ ફરજ બજાવી. આ દરમિયાન તેમણે અનેક નૉવેલ્સ, ડૉક્યુ નૉવેલ્સ, રસપ્રદ શ્રેણીઓ તથા સાપ્તાહિક અને દૈનિક કૉલમો લખી. તેમની અનેક નૉવેલ્સ ‘ગુજરાત સમાચાર', ‘સંદેશ', ‘મુંબઈ સમાચાર' અને ‘દિવ્ય ભાસ્કર' જેવાં અગ્રણી અખબારોમાં પ્રકાશિત થઈ ચૂકી છે. તેઓ એક દાયકાથી ‘મુંબઈ સમાચાર'માં દૈનિક કૉલમ ‘સુખનો પાસવર્ડ', લખી રહ્યા છે જે ખૂબ વાચકપ્રિય બની છે (તેમની એ લોકપ્રિય દૈનિક કૉલમ પરથી શરૂ થયેલા ટૉક શો ‘સુખનો પાસવર્ડ‘ને પણ ખૂબ સફળતા મળી છે). તેઓ ‘દિવ્ય ભાસ્કર' દૈનિકમાં સાપ્તાહિક કૉલમ ‘બ્લેક ઍન્ડ વ્હાઇટ' પણ લખી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમનાં 52 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ભારતમાં સૌથી વધુ વાચકો ધરાવતા હિન્દી અખબાર ‘દૈનિક ભાસ્કર’માં તેમની નૉવેલ ‘બાત એક રાત કી’ પ્રકાશિત થઈ હતી (જે ‘દિવ્ય ભાસ્કર’માં ‘વાત એક રાતની’ નામથી પ્રકાશિત થઈ હતી). કોઈપણ ગુજરાતી લેખકની નૉવેલ હિન્દી અખબારમાં પ્રકાશિત થઈ હોય એવો એ પ્રથમ (અને એકમાત્ર) કિસ્સો હતો. વળી, ‘દૈનિક ભાસ્કર’માં કોઈ ડેઇલી નૉવેલ પ્રકાશિત થઈ હોય એવો પણ એ પ્રથમ પ્રયોગ હતો. આશુ પટેલે અમેરિકા, હૉંગકૉંગ, મકાઉ, થાઇલૅન્ડ, ચાઈના, દુબઈ સહિત અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના આમંત્રણથી એ દેશોના મહેમાન બની ચૂક્યા છે. અમેરિકન સરકારના વિદેશ ખાતાના ખાસ આમંત્રિત મહેમાન તરીકે તેમને આખા અમેરિકામાં ફરવાની તથા અમેરિકન સંસદસભ્યો અને અમેરિકાના વિદેશ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાતની તક મળી હતી. એ પ્રવાસ દરમિયાન તેમણે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી, શિકાગોની મેડિલ સ્કૂલ ઑફ જર્નલિઝમ અને સાન ફ્રાન્સિસ્કો યુનિવર્સિટીમાં સ્પીચ પણ આપી હતી. આશુ પટેલની અંગ્રેજી નૉવેલ ‘મેડમ એક્સ' પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે. જાણીતા બૉલીવુડ ડિરેક્ટર જયંત ગીલાટરની ડેઇઝી શાહ, પ્રતિક ગાંધી સ્ટારર ‘ગુજરાત-11’ (ગુજરાત ઇલેવન) ફિલ્મમાં તેઓ ક્રિએટિવ પ્રોડ્યુસર હતા. તેઓ વિખ્યાત ખગોળશાસ્ત્રી ડૉક્ટર જે. જે. રાવલના વડપણ હેઠળની ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીમાં એડવાઇઝર તરીકે પણ ફરજ બજાવે છે. આશુ પટેલ ડિસેમ્બર, 2021માં રિલીઝ થયેલી, બોલીવુડ ડિરેક્ટર જયંત ગીલાટર દિગ્દર્શિત, ગુજરાતી ફિલ્મ ‘હલકી ફૂલકી'ના ક્રિએટિવ ડિરેક્ટર અને સ્ક્રીનપ્લે રાઇટર છે. એ ફિલ્મમાં તેમણે આશુ પટેલ તરીકે જ એક મહત્ત્વના સીનમાં અભિનય પણ કર્યો છે. આશુ પટેલની નૉવેલ ‘બાત એક રાત કી' પરથી એક હિન્દી વેબસિરિઝ બની રહી  છે. નવેમ્બર, 2021માં તેમના રિસર્ચ, ઇન્વેસ્ટિગેશન અને જીવન પર આધારિત ઓડિયો થ્રિલર શૉ ‘ગેંગીસ્તાન'માં ‘સ્કેમ 1992' ફેમ વિખ્યાત અભિનેતા પ્રતીક ગાંધીએ આશુ પટેલની ભૂમિકા કરી છે. કોઈ ટોચના અભિનેતાએ કોઈ પત્રકારની રિયલ લાઇફ પર આધારિત ભૂમિકા કરી હોય એવો આ સૌ પ્રથમ કિસ્સો છે. વિશ્વના સૌથી મોટા પોડકાસ્ટિંગ પ્લેટફોર્મ સ્પોટીફાય પર આ ઓડિયો થ્રિલર શૉ રિલીઝ થયા પછી એક જ અઠવાડિયામાં ભારતીય માર્કેટમાં મિલિયન્સ ઑફ શૉઝની વચ્ચે ત્રીજા નંબર પર પહોંચી ગયો હતો. એ શૉમાં આશુ પટેલની એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ ફ્રૅન્ડની ભૂમિકા પ્રખ્યાત અભિનેત્રી સૈયમી ખેરે નિભાવી છે તો બોલીવુડ-ટેલિવુડના લોકપ્રિય અભિનેતા દયાશંકર પાંડેએ ગેંગસ્ટર પપ્પુ ટકલાનો રોલ ભજવ્યો છે.

Showing all 21 results