Prasad Brahambhatt
9 Books / Date of Birth:- 08-10-1951
પ્રસાદ બ્રહ્મભટ્ટ ગુજરાતી લેખક સંશોધક છે. તેમનો જન્મ વિજાપુર (મહેસાણા) ખાતે થયો હતો. તેમની સર્વ પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ : સ્વામી દયાનંદ સરસ્વતી (જીવન ચરિત્ર) હતું. સર્વ પ્રથમ વિવેચનલેખનું પ્રકાશન “સ્વાધ્યાય”માં, પ્રથમ વાર્તા “છલના”નું પ્રકાશન “લોકલહરી”ના દીપોત્સવી અંકમાં. આકાશવાણી પર અનેક વાંચન કાર્યક્રમો આપ્યા છે. ત્રણ ભાષા ઉપરાંત બંગાળી પણ જાણે છે. રચનાઓ–ચાલીસથી વધુ પુસ્તકો. વિવેચન–સમીક્ષાસેતુ, રૂપદાહ. નવલકથા–ગાંઠ કાવ્ય–29 કાવ્યાસ્વાદો ચરિત્ર–રમણ મહર્ષિ ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક એમને એનાયત થયેલું છે.