Vir Savarkar
1 Book / Date of Birth:-
18-05-1883 / Date of Death:-
26-02-1966
વિનાયક દામોદર સાવરકર ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા.હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિંદુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દુરદર્શી રાજનેતા પણ હતા. તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિંદુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો. તેમણે ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ નામના પુસ્તકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો. ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડેપેન્ડન્સ મૂળ મરાઠી ભાષામાં ૧૯૦૮ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઈન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો. એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું. તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઈંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું. અંતમાં આ પુસ્તક ૧૯૦૯ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું. સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દૂ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો. આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો. આ પ્રતિબંધને ૧૯૪૬ના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો.