શરદ ઠાકર જાણીતાં કટારલેખક અને ગુજરાતી સાહિત્યકાર છે. વ્યવસાયે તેઓ ગાયનેકોલોજીસ્ટ છે. તેમનો જન્મ જુનાગઢમાં થયો હતો. જામનગરની એમ. પી. શાહ મેડીકલ કૉલેજમાંથી તેમણે MBBSની પદવી મેળવી અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ હોસ્પિટલ સંલગ્ન મેડીકલ કૉલેજથી સ્ત્રી રોગ વિશેષજ્ઞની પદવી મેળવી. તેઓ વર્ષોથી અમદાવાદ ખાતે સ્થાયી થયેલ છે. તેમણે 64 પુસ્તકો લખ્યા છે. તેઓ દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થતી તેમની કટાર ‘ડૉક્ટરની ડાયરી’ (બુધવાર, શરુઆત ૧૯૯૫) અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’ (રવિવાર, શરુઆત ૧૯૯૩)થી ખૂબ જાણીતાં બન્યા.