Joseph Macwan
29 Books / Date of Birth:- 09-10-1936 / Date of Death:- 28-03-2010
જોસેફ મેક્વાન ગુજરાતી ભાષાના નવલકથાકાર, ટૂંકીવાર્તા લેખક તેમજ નિબંધકાર હતા. તેમની નવલકથા ‘આંગળિયાત’ માટે તેમને 1989નો ‘દિલ્હી સાહિત્ય અકાદમી’ પુરસ્કાર તેમજ 1990નો ‘ધનજી કાનજી સુવર્ણચંદ્રક’ મળ્યો હતો. તેમના દાદા ધર્મે હિંદુ હતા પણ 1892માં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. તેમનો જન્મ તરણોલ (આણંદ) ગામમાં થયો હતો. કૉલેજમાં લેક્ચરર તરીકેની કારકિર્દિમાં તેમને કૉલેજની નોકરી છોડી દઇ ગામડાની શાળામાં જવા દબાણ કરવામાં આવ્યુ અને અન્ય ઘણી તકલીફો સહન કરવી પડી. જીવનના અસંખ્ય અનુભવો અને જ્ઞાતિપ્રથા આધારીત સ્વઃનજરે નિહાળેલ અત્યાચારોને તેમણે પોતાના લખાણોમાં વાચા આપી અને અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછુત અને પછાત જ્ઞાતિસમાજની વિતકકથાઓને એક માધ્યમ પુરુ પાડ્યુ છે. ચરોતરી અને દલિત સમાજની જેવી બોલાય છે, તેવી જ બળૂકી અને તળપદી ભાષાનો સચોટ પ્રયોગ, વિપુલ લેખન, સનસનાટીભરી ઘટનાઓ, અને આંચકો આપે તેવા આદર્શવાદી સંતપાત્રોની સાથે સામા છેડાના શેતાન શાં ચરિત્રોની સંમિશ્ર મિલાવટ, તેમની ઘણી રચનાઓ કથારૂપે આત્મકથાનાત્મક છે.
Social Links:-

Showing all 29 results