પાર્થકુમાર પ્રજાપતિ એક સંશોધક અને વિજ્ઞાની છે. તેમણે દરિયાઈ જીવવિજ્ઞાનમાં સ્નાતક અભ્યાસ કચ્છમાં અને અનુસ્નાતક અભ્યાસ તમિલનાડુમાં પૂર્ણ કર્યો છે. વર્ષ 2026 દરમિયાન તેઓ પોતાના પીએચ.ડી.ના અંતિમ ચરણમાં પ્રવર્તમાન છે. અભ્યાસકાળ દરમિયાન તેમજ ત્યારબાદ તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો અને પોતાના સ્વભાવસિદ્ધ જિજ્ઞાસા દ્વારા દેશનાં વિવિધ તત્ત્વો અને સંસ્કૃતિઓનું નજીકથી અવલોકન કર્યું. વર્ષ 2020 પહેલાં તેઓ પોતાને નાસ્તિક તરીકે ઓળખાવતા હતા, પરંતુ કોરોનાકાળ દરમિયાન પોતાની જિજ્ઞાસાને સંતોષવા માટે તેમણે ભારતના મહાન ગ્રંથો, શિવમહાપુરાણ, વિષ્ણુપુરાણ, વેદો, મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ગીતા સહિત અનેક મહાન ગ્રંથો તથા તેમની વિવિધ આવૃત્તિઓનો ગહન અભ્યાસ કર્યો. આ અધ્યયનથી પ્રાપ્ત થયેલો અનુભવ શબ્દોમાં વ્યક્ત કરવો અતિ દુર્લભ છે. ‘શિવन्वेषणम्’ નામની તેમની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત વર્ષ 2012માં થઈ, જે આજે પણ અવિરત રીતે આગળ વધી રહી છે.