Kantibhai Prajapati (Dr.)
2 Books / Date of Birth:- 01-01-1964
ડૉ. કાન્તિભાઈ પ્રજાપતિ પ્રાંતિજ (સાબરકાંઠા)નાં વતની છે. તેમણે એમ.એ., પીએચ.ડી.(સંસ્કૃત)માં અભ્યાસ કરેલ છે. તેઓ સંસ્કૃત વિભાગાધ્યક્ષ શ્રીમતી એમ. સી. દેસાઈ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પ્રાંતિજ, સાબરકાંઠા ખાતે સેવા બજાવી રહ્યા છે. ‘मार्कण्डेय पुराण-एक परिशीलन’, ‘संस्कृत साहित्य का ईतिहास’, ‘वि के प्रसिद्ध दार्शनिक विचारक’, ‘સુભાષિતરત્ન’, ‘ઉદ્ઘોષક’ અને શ્રેષ્ઠ વકતા બનો એ એમના પુસ્તકો છે. તદુપરાંત ‘સ્વપ્નવાસવદત્તમ્’ (ભાસ), ‘રઘુવંશ’ (કાલિદાસ), ‘સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ’, ‘માલવિકાગ્નિમિત્રમ્’ (કાલિદાસ), ‘કાવ્યપ્રકાશ’ (મમ્મટ), ‘સંસ્કૃત સાહિત્યમાં દેવી શક્તિ’ એ એમના સંપાદનો છે.