Anirudhh Brahmbhatt
1 Book / Date of Birth:-
11-11-1935 / Date of Death:-
31-07-1981
અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક હતા. તેમનો જન્મ પાટણમાં થયો હતો. 1958માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. થઈ 1960માં એ જ વિષયોમાં એમ.એ. 1959થી ડભોઈની આર્ટસ કૉલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કૉલેજમાં પ્રાધ્યાપક. 1968થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ‘ભૂમિકા’ અને ‘કિમપિ’ના તંત્રી અને પ્રભાવક વકતા. લ્યુકેમિયાથી અમદાવાદમાં અવસાન પામ્યા. ‘ઋષિવાણી’ એ ‘અખંડઆનંદ’માં ઉપનિષદના સૂત્રને લઈને ‘પાર્થ’ ઉપનામથી એમણે લખેલી લેખમાળા છે. એમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનને સામાન્ય જનસમાજ માટે સુબોધ કરી આપવાનું વલણ છે.