ગુજરાત યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયેલા ચેતન શુક્લ છેલ્લાં દસ વર્ષથી સાહિત્ય સાથે સંકળાયેલા છે. ‘કુમાર’, ‘કવિલોક’, ‘શબ્દસૃષ્ટિ’ જેવા પ્રતિષ્ઠિત સામાયિકમાં તેઓની ગઝલ, ગીત, લઘુકથા અને ટૂંકીવાર્તા અવારનવાર પ્રગટ થતાં રહે છે. તેમની વાર્તાઓ અને એક નવલકથા ઑનલાઇન પ્લેટફૉર્મ પર પણ પ્રકાશિત છે. તેઓ અત્યારે અમદાવાદની એક સંસ્થા ‘ગ્રંથ ક્રિએશન' સાથે કાર્ય કરી રહ્યા છે. તેઓ અત્યારે ફ્રીલાન્સ લેખન પ્રવૃત્તિ અંતર્ગત લેખન અને અનુવાદ ક્ષેત્રે પણ કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં તેમનાં બે પુસ્તકો (સામ પિત્રોડા અને વોરેન બફેટ) પ્રકાશિત થનાર છે.