નાનાભાઇ જેબલીયાનો જન્મ ખાલપર ગામે થયો હતો. તેઓ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે કાર્યરત હતા. એમણે 'તરણાનો ડુંગર', 'રંગ બિલોરી કાચનાં', 'મેઘરવો', 'ઊગ્યા'તાં શમણાંને દેશ' જેવી 12 નવલકથાઓ, 'શૌરીધારા', 'સથવારો', 'મારી શ્રેષ્ઠ વાર્તાઓ' એ ત્રણ વાર્તાસંગ્રહ આપેલ છે. 'ઈતિહાસનું ઉજળું પાનું' પુસ્તકને 1992માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો.