Jayanti S. Ravi
1 Book
જયંતી એસ. રવિ એક વૈજ્ઞાનિક, વરિષ્ટ IAS, લેખક, વક્તા, શિક્ષણશાસ્ત્રી, પરફોર્મિંગ ગાયક અને ચિંતક છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી છે.હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવેલા જયંતી રવિ એ ઇ-ગવર્નન્સમાં પીએચડી કરેલું છે. તેમના  પુસ્તકો આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયેલા છે, ડોક્ટરલ વિદ્યાર્થીઓનાં માર્ગદર્શક અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી રહ્યા છે. તેમના વ્યાવસાયિક અનુભવમાં સાબરકાંઠામાં ડીડીઓ તરીકે, પંચમહાલમાં કલેક્ટર તરીકે અને રાષ્ટ્રીય સલાહકાર પરિષદના ડિરેક્ટર તરીકેની સેવાનો સમાવેશ થાય છે.ગુજરાતના ગ્રામીણ વિકાસ, મુખ્ય સચિવ અને કમિશનર તરીકે, તેમણે રાજ્યમાં ગ્રામીણ સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશનની આગેવાની કરી છે. સમસ્યાનું નિરાકરણ લાવવા માટેનો તેમનો નવીન અને સર્જનાત્મક મલ્ટિડિસિપ્પ્લિનરી અભિગમ વિવિધ ક્ષેત્રોમાં મોટા પરિવર્તનશીલ પરિણામો તરફ દોરી ગયો છે. હાલમાં તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ અને કમિશનર તરીકે કાર્યરત છે.

Showing the single result