Verghese Kurien
1 Book / Date of Birth:- 26-11-1921 / Date of Death:- 09-09-2012
વર્ગીસ કુરિયન  જેઓ ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે. સામાજીક ઉદ્યોગદ્રષ્ટા હતા, જેમના વિશ્વમાં સૌથી વધુ મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફ્લડ ને કારણે ભારત ૧૯૯૮માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો, અને ૨૦૧૦-૧૧ના વર્ષમાં ૧૭ ટકાના હિસ્સા સાથે દૂધની અછત ધરાવતા દેશમાંથી ૩૦ વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની માત્રામાં બે ગણો વધારો થયો હતો, અને તેને કારણે ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો સ્વરોજગારીવાળો ઉદ્યોગ બન્યો હતો, જેને કારણે રોજગારી, આવક, રોકાણ, પોષક, શિક્ષણ, તંદુરસ્તીમાં વધારો અને જાતિગત ભેદભાવોમાં ઘટાડો તેમજ નીચલા સ્તર સુધી લોકશાહી અને નેતાગીરીમાં પરિવર્તનો જોવા મળ્યા હતા.કુરિયન ટૂંકી માંદગી પછી ૯૦ વર્ષની વયે ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ નડીઆદમાં અવસાન પામ્યા હતા અને થોડા સમય પછી તેમના પત્નિ મુંબઈમાં અવસાન પામ્યા હતા.વર્ગીસ કુરિયનનું મોટાભાગનું જીવન ગુજરાતમાં પસાર થયું હોવા છતાં તેઓ ગુજરાતી સમજી શકતા હતા પણ બોલતા નહોતા તેમજ તેઓ દૂધ પીતા નહોતા. તેમનો ઉછેર ખ્રિસ્તી ધર્મના વાતાવરણમાં થયો હતો પરંતુ તેઓ પછીથી નાસ્તિક બન્યા હતા.

Showing the single result