અમૃત પંડ્યા ‘એકાંત’ એ M.A., L.L.B. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ મૂળ તો ગુજરાતી સાહિત્યનો જીવ શબ્દો સાથે અતૂટ સગપણ, સરકારી નોકરી કરતાં કરતાં અનેક નવાં નવાં સ્થળોથી તેમને થયેલો અહેસાસ, અનુભૂતિ, એક નવીન લય સાથે તેમના ગઝલ, ગીત કાવ્યો, વાર્તાઓમાં ઊઘડે છે. ભીતર ધરખાયેલી સંવેદનાઓને વાચા આપે છે. એમની રચનાઓ સંવેદન અને ચિંતનની સૂક્ષ્મતા સુધી પહોંચવાની એ સતત મથામણ કરે છે. ‘એકાંતનું સરનામું’ અને ‘તારું આ નગર' અને ખાલીપો' એમની કૃતિઓ છે.