ડૉક્ટર રાજેશ તૈલી, રાજકોટમાં જાણીતા જનરલ ફિઝિશિયનમાંથી એક. વર્ષોથી તેઓ રાજકોટમાં પ્રેક્ટિસ કરે છે. સાથે તેઓ એક અનોખું કામ પણ કરે છે અને તે છે ડૉક્ટર મિત્રોની સાથે મળીને જ્યારે સમય મળે ત્યારે કરાઓકે સિંગિગનો કાર્યક્રમ કરવાનો. આ કાર્યક્રમ તેઓ નામના કે આર્થિક હેતુથી નથી કરતા માત્ર નિજાનંદ માટે કરે છે.