
Charlie Chaplin
1 Book / Date of Birth:-
16-04-1889 / Date of Death:-
25-12-1977
ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર હતા.
ચૅપ્લિને અભિયન કર્યો છે, દિગ્દર્શન કર્યું છે, સ્ક્રિપ્ટ લખી છે ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને કેટલીક ફિલ્મોમાં તો સંગીત પણ આપ્યું છે. મુંગી ફિલ્મોના યુગમાં ચૅપ્લિન એક મહાન કલાકાર હતા. તેમણે ફિલ્મોમાં 75 વર્ષ સુધી કામ કર્યું હતું જેમાં યુકેમાં બાળ કલાકાર તરીકે વિક્ટોરીયન સ્ટેજ અને સંગીત હોલમાં કરેલું કામ અને 88 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધીના કામોનો સમાવેશ થાય છે. તેમની હાઈપ્રોફાઈલ જાહેર અને અંગત જીંદગી ઘણી જ વિવાદિત રહી છે. 1915માં, વિશ્વયુદ્ધના આરંભે ઉભેલા વિશ્વને તેમણે હાસ્યની ભેટ આપી.
તેમનો જન્મ ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં વોલ્વર્થમાં આવેલી ઈસ્ટ સ્ટ્રીટમાં થયો હતો. તેમના માતાપિતા સંગીત હોલમાં લોકોનું મનોરંજન કરતા હતા. તેઓ જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમના માતાપિતા જુદા પડ્યા હતા.
ચૅપ્લિનને મ્યૂઝિક સ્કોર માટે ‘ઍકેડેમી એવોર્ડ’, અને બે માનદ ‘એકેડેમી એવોર્ડ’ આપવામાં આવ્યા હતા.