રતિલાલ બોરીસાગર ગુજરાતી ભાષાના હાસ્યલેખક, નિબંધકાર સાહિત્યકાર છે.
તેમનો જન્મ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો. તેમણે એમ.એ., બી.એડ. તથા ૧૯૮૯માં સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન વિષય પર પીએચ.ડી. ની પદવી મેળવી. ત્યાર બાદ તેઓ શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર જેવી વિવિધ નોકરીઓ કરી ક્લાસ-વન ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી રહ્યા હતા. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે.તેમની મુખ્ય રચનાઓમાં મરક મરક, આનંદલોક, અર્વાચીન ગુજરાતી હાસ્ય રચનાઓ નામે હાસ્ય લેખ, સંભવામિ યુગે યુગે નામે લઘુનવલ તથા બાલવન્દના નામે બાલસાહિત્ય આપી છે.૨૦૧૯માં તેમને નિબંધસંગ્રહ 'મોજમાં રેવું રે!' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૯) પ્રાપ્ત થયો હતો