Viral Desai
2 Books
વિરલ સુધીર દેસાઈ સુરત બેઝ્ડ ઍન્ટ્રેપ્રેન્યોર છે, જેઓ પર્યાવરણ સંરક્ષણ અને ક્લાઇમેટ ઍક્શન માટે જાણીતા છે. ઍન્ટ્રેપ્રેન્યોર તરીકે તેમણે તેમની કંપની ઝેનિટેક્સને હંમેશાં આગવી ઊંચાઈઓ પર પહોંચાડી છે અને તેમની લીડરશિપમાં તેમણે કંપનીને સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના અનેક ઍવૉર્ડ્સ અપાવ્યા છે. તો ઍન્ટ્રેપ્રેન્યોરશિપની સાથે તેમણે સોશિયલ સર્વિસમાં પણ અનેક મુકામો હાંસલ કર્યા છે. જ્યાં વર્ષ 2012થી તેમણે ઓરલ કૅન્સર અને બ્રેસ્ટ કૅન્સરની સામે જીત મેળવવા માટે અથાક પ્રયત્નો કર્યા છે. તો વર્ષ 2016થી તેઓ વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં કાર્યરત છે. જ્યાં તેમણે ‘ક્લિન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા’, ‘ટ્રી ગણેશા’, ‘ઇચ વન પ્લાન્ટ વન’ અને ‘સત્યાગ્રહ અગેઇન્સ્ટ પૉલ્યુશન ઍન્ડ ક્લાઇમેટ ચેન્જ’ જેવી મૂવમેન્ટ્સના માધ્યમથી હજારો યુવાનોને જાગૃતિ અભિયાનોમાં જોડ્યા છે અને ત્રણ લાખ જેટલાં વૃક્ષોનું વાવેતર તેમજ વિતરણ કર્યું છે. મીડિયા તરફથી ગ્રીનમૅનનું બિરુદ મેળવી ચૂકેલા વિરલ દેસાઈએ ઉધના રેલવે સ્ટેશનને ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તરીકે પરિવર્તિત કર્યું છે, જ્યાં ‘ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ’ દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશનને ઇન્ડિયા, એશિયા અને દુનિયાનું નંબર વન ગ્રીન રેલવે સ્ટેશન તરીકેનો રેકોર્ડ એનાયત થયો છે. તેમણે અત્યાર સુધીમાં પાંચ અર્બન ફૉરેસ્ટ તૈયાર કર્યાં છે. તેમજ ઊર્જા સંરક્ષણ માટે ભારતના ત્રણ જુદા જુદા રાષ્ટ્રપતિઓ પાસેથી રાષ્ટ્રીય સન્માન મેળવી ચૂક્યા છે.

Showing all 2 results