‘રાઝ’ નવસારવી સતત ચાર દાયકાથી ગઝલ સાધનાનો લહાવો લઈ રહ્યા છે. એ લહાવો તેઓ ગુજરાતી, ઉર્દૂ ગઝલોનું વાચન કરતાં લે છે. એટલે જ તો એમના ગઝલસંગ્રહ ‘ઊર્મિનાં શિલ્પ’ અને ત્યારબાદ 100 જેટલાં મુક્તકો અને 80 જેટલી તઝમીનોના સંગ્રહ ‘ઊર્મિનાં મોતી’ને પણ ગઝલકારો, ગઝલ વિવેચકો, ગઝલના ઘૂંટ પીનારાઓ તરફથી ખૂબ ખૂબ આવકારાયો.