Mario Puzo
1 Book / Date of Birth:-
15-10-1920 / Date of Death:-
02-07-1999
મારિયો પૂઝોની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વંચાયેલી, વેચાયેલી નવલકથા ‘ગૉડફાધર' છે. અમેરિકાના ગરીબ ઇટાલિયન કુટુંબમાં જન્મેલા મારિયો પૂઝોએ 1955માં પ્રથમ નવલકથા ‘ડાર્ક એરિના’ લખી. વર્ષોના આર્થિક સંઘર્ષ બાદ 1969માં ત્રીજી નવલકથા ‘ગૉડફાધર' પ્રગટ થયા પછી મારિયો પૂઝોની ગણના વિશ્વના સૌથી જાણીતા અને સૌથી શ્રીમંત લેખકોમાં થવા લાગી. મારિયો પૂઝોએ ‘ગૉડફાધર’ નવલકથા પરથી બનેલી ત્રણ ફિલ્મો માટે પટકથાઓ લખીને બે ઑસ્કર ઍવૉર્ડ્સ મેળવ્યા. ‘સુપરમૅન : પાર્ટ ટુ’ જેવી હિટ ફિલ્મનો ક્રીનપ્લે લખવા ઉપરાંત મારિયો પૂઝોએ ‘ફૂલ્સ ડાઈ’, ‘ધ સીસિલિયન’ અને ‘ધ લાસ્ટ ડૉન’ જેવી બૅસ્ટસેલર્સ લખી છે.