Amrut Ghayal
3 Books / Date of Birth:- 19-08-1916 / Date of Death:- 25-12-2002
અમૃત ઘાયલ એ ગુજરાતી સાહિત્યમાં ગઝલકાર તરીકે ખૂબ જ જાણીતા હતા. તેમનું આખું નામ અમૃતલાલ ભટ્ટ અને ઉપનામ ઘાયલ હતું. એમનો જન્મ સરધાર, રાજકોટ, ખાતે એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમની માતાનુંં નામ સંતોકબેન અને પિતાનુંં નામ લાલજીભાઈ હતુંં.તેમણે વતન સરધારમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધુંં હતુંં. પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક પાસ કર્યું હતુ. તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.નો અભ્યાસ કર્યો. તેઓ ૧૯૩૯થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવી હતી. નિવૃત્તિ બાદ રાજકોટમાં સ્થાયી થયા હતા.સાહિત્ય સર્જનશૂળ અને શમણાં (૧૯૫૪) રંગ (૧૯૬૦) રૂપ (૧૯૬૭) ઝાંય (૧૯૮૨) અગ્નિ (૧૯૮૨) ગઝલ નામે સુખ (૧૯૮૪)

Showing all 3 results