Vinod Ardhvaryu
1 Book / Date of Birth:- 24-01-1927 / Date of Death:- 16-12-2016
વિનોદ બાપાલાલ અધ્વર્યુ  કવિ, વિવેચક, સંપાદક. જન્મ ડાકોરમાં. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ડાકોરમાં. ૧૯૪૩માં મૅટ્રિક. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭માં વિલ્સન કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ. તથા ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાત મુખ્ય વિષય સાથે એમ.એ. ૧૯૫૪માં એ. જી. ટીચર્સ કૉલેજમાંથી બી.એડ. અને ૧૯૫૭માં એમ.એડ. ૧૯૫૭ થી ૧૯૬૯ સુધી અમદાવાદની બી. ડી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૬૯ થી બાલાસિનોરની આર્ટસ-કૉમર્સ કૉલેજના આચાર્ય. ૧૯૮૭ થી નિવૃત્ત.કાવ્યસંગ્રહ ‘નંદિતા’ (૧૯૬૦)માં પ્રયોગશીલ કવિતા છે. અર્થઘનતા, પ્રતીકાત્મકતા અને લાઘવ એમની કવિતાનાં પ્રમુખ લક્ષણો છે. એમણે નવલકથા સાહિત્યસ્વરૂપ પર ‘માયાલોક’ (કનુભાઈ જાની સાથે, ૧૯૬૫) નામક પુસ્તક આપ્યું છે. ‘ગુજરાતી નાટકનું ગદ્ય’ (૧૯૬૭)માં નાટકની ભાષા તપાસી છે. ‘રંગલોક’ (૧૯૮૭) નાટ્યસાહિત્યવિષયક લેખોનો સંગ્રહ છે. પ્રેમાનંદ તથા નરસિંહ કૃત ‘સુદામાચરિત’ (૧૯૬૬)ના સંપાદન ઉપરાંત એમણે પ્રેમાનંદ ભટ્ટકૃત ‘અભિમન્યુ આખ્યાન’ (૧૯૬૮)નું સંપાદન કર્યું છે. ‘ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ’ (૧૯૮૩) અને ‘સુવર્ણ કેસૂડાં-એકાંકી’ (૧૯૮૪) પણ એમનાં સંપાદનો છે.

Showing the single result