
Mahesh Dutt Sharma
1 Book
પ્રખ્યાત હિન્દી લેખક મહેશ દત્ત શર્માનું લેખન કાર્ય 1983માં જ્યારે તેઓ હાઇસ્કૂલમાં ભણતા હતા ત્યારે શરૂ થયું હતું, 1989માં બુંદેલખંડ યુનિવર્સિટી, ઝાંસીમાંથી હિન્દીમાં અનુસ્નાતક. તે પછી, કેટલાંક વર્ષો સુધી વિવિધ અખબારો અને સામયિકોના સંવાદદાતા, સંપાદક અને પ્રતિનિધિ તરીકે કામ કર્યું. 200થી વધુ પુસ્તકો લખ્યાં, સંપાદિત કર્યાં અને પ્રકાશિત કર્યા. ભારતનાં ઘણાં મોટાં હિન્દી અખબારો અને સામયિકોમાં ત્રણ હજારથી વધુ લેખો પ્રકાશિત થયા છે. હિન્દી લેખનના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં મુખ્ય છે – મધ્યપ્રદેશ વિધાનસભાનો `ગાંધી દર્શન પુરસ્કાર' (બીજો), નૉર્થ-ઇસ્ટ હિન્દી ઍકેડેમી, શિલૉંગ (મેઘાલય) દ્વારા `ડૉ. મહારાજ કૃષ્ણ જૈન મેમોરિયલ ઍવૉર્ડ',
`ડૉ. મહારાજ કૃષ્ણ જૈન સ્મૃતિ સન્માન,' નટરાજ કલા સંસ્થાન, ઝાંસી દ્વારા સમગ્ર લેખન અને સાહિત્યિક યોગ્યતા માટે `બુંદેલખંડ યુવા પુરસ્કાર', `લેખક રત્ન પુરસ્કાર', અંતરધારા, દિલ્હી વગેરે. ફ્રીલાન્સર લેખક-પત્રકાર તરીકે કાર્યરત.
“Surrogate” has been added to your cart. View cart