Harshad Kamdar (Dr.)
13 Books
ડૉ. હર્ષદ વી. કામદાર ડૉક્ટર છે. મૅડિકલમાં ફૉરેન્સિક મૅડિસિન અને ગાયનેકૉલૉજીમાં ડિસ્ટિંક્શન સાથે MBBSની ડિગ્રી ઉપરાંત અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાંથી બાળરોગ નિષ્ણાતની D.Ped અને MD તેમજ મુંબઈની કૉલેજ ઑફ ફિઝિશિયન અને સર્જનની DCHની ડિગ્રી તેમણે મેળવી છે. સિવિલ હૉસ્પિટલમાં બાળરોગોના વિભાગમાં રજિસ્ટ્રાર અને સિનિયર રજિસ્ટ્રાર તરીકે ત્રણ વર્ષ સુધી અણમોલ સેવાઓ તેમણે આપી હતી. અમેરિકાની ફૅલોશિપ FICA પણ તેમણે મેળવી છે. સ્ટેટ અને ઇન્ટરનેશનલ કક્ષાની કૉન્ફરન્સોમાં તેમણે બાળરોગો વિષયક સંશોધનલેખો રજૂ કરીને પોતાની પ્રતિષ્ઠામાં મોરપીંછ ઉમેર્યાં છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડૉ. કામદારે મૅડિકલના તમામ કોર્સમાં બાળઆરોગ્યનાં પ્રકરણો લખેલાં છે અને બાળકોની માવજત માટેનો કોર્સ CCBP (Certificate Course in Better Parenthood) સૂચિત કરીને તૈયાર કરેલ છે. પચીસ વર્ષથી ‘ગુંજન હૉસ્પિટલ’ના ઉપક્રમે તેઓ બાળઆરોગ્યની માવજત કરી રહ્યાં છે. આકાશવાણી અમદાવાદ-વડોદરા અને ‘દિવ્ય ભાસ્કર’, ‘સંદેશ’, ‘ગુજરાત ટુડે’ જેવાં દૈનિકપત્રો તથા ‘સ્ત્રી’, ‘હેલ્થકેર’ જેવાં સામયિકોના માધ્યમથી તેમના બાળઆરોગ્ય વિષયક લેખો સૌને માર્ગદર્શન આપી રહ્યાં છે.દર્દીઓ સાથેના ખાટા-મીઠા, લાગણીસભર અનેક પ્રસંગો તેમણે લઘુકથાઓ રૂપે આલેખ્યા છે. આ વાર્તાઓને ગુજરાતીના પ્રખર સાહિત્યકારો રઘુવીર ચૌધરી, અઝીઝ ટંકારવી અને ચંદ્રકાન્ત શેઠ વગેરે તરફથી ખૂબ પ્રોત્સાહન મળેલ છે.
Social Links:-

Showing all 13 results