Amichandbhai S. Patel
16 Books
આચાર્યશ્રી અમીચંદભાઈ પટેલ અર્થશાસ્ત્રના જ નહિ, ધર્મશાસ્ત્ર અને જીવનશાસ્ત્રના પણ ઉપાસક, અધ્યાપક અને ઉપદેશક છે. માત્ર ‘પરોપદેશે પાંડિત્યમ્ દાખવતા પોથીપંડિત નથી, માનવસેવા, સમાજસેવા અને હવે જીવનલક્ષી સાહિત્યસેવાના ભેખધારી ગાંધીજન છે. દીર્ઘ શૈક્ષણિક કારકિર્દીમાંથી નિવૃત્ત થઈ સાહિત્ય સમાજસેવામાં સવિશેષ સક્રિય બન્યા છે, ધર્મ અને મોક્ષમાર્ગના પ્રવાસી બન્યા છે. એમનું ચિત્ત જીવન અને જગતનાં કલ્યાણલક્ષી ચિંતન-મનન-અધ્યયન-નિદિધ્યાસનમાં રમમાણ રહે છે. વાચનના શોખે એમને બહુશ્રુત વિદ્વાન બનાવ્યા છે.

Showing all 16 results