Rasikbhai Shah (Dr.)
1 Book
ડૉ. રસિક શાહ ગુજરાતના પણ વર્ષોથી અમેરિકામાં વસતા પ્રાધ્યાપક, રસાયણશાસ્ત્રી અને વૈજ્ઞાનિક છતાં સતત ધર્મ-અધ્યાત્મ વિષે ચિંતન - મનન કરતાં વિદ્વાન છે. એમણે પ્રવર્તમાન ધર્મો અને આધ્યાત્મિક આચારોને વિજ્ઞાન અને ટેક્નોલોજીની દૃષ્ટિએ ચકાસ્યા છે અને તારવ્યું છે કે જેને આપણે ‘ઈશ્વર’ કહીએ છીએ, તે ઉત્ક્રાન્તિવાદી ગતિબળે છે, 'Evolution force – EF Is God.' ઉત્ક્રાન્તિનાં ઇતિહાસ અને વૈજ્ઞાનિક શોધોને આધારે તે પુરવાર કર્યું છે. ધર્મ, અધ્યાત્મમાં તત્ત્વોને વૈજ્ઞાનિક દષ્ટિએ જોઈને આપણા ધાર્મિક ભ્રમનું નિરસન કર્યું છે, અને નવું અર્થઘટન કર્યું છે. આધુનિક વિજ્ઞાન, ટેક્નોલોજી, ઉત્ક્રાન્તિવાદ, નૃવંશશાસ્ત્ર, અસ્તિત્વવાદ, વિવેક-બુદ્ધિ વગેરેનો સમન્વય કરીને ‘ઈશ્વર’નો અપૂર્વ આવિષ્કાર' કર્યો છે. તેમણે ચિંતકો કિશોરલાલ મશરૂવાલા, સ્વામી સચ્ચિદાનંદ, વિવેકબુધ્ધિવાદી ડૉ. રમણભાઈ પાઠક વગેરેથી આગળ વધીને વિશુદ્ધ વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો છે.

Showing the single result