3 Books / Date of Birth:-
22-05-1926 / Date of Death:-
10-09-2006
રમણલાલ જેઠાલાલ જોશી વિવેચક અને સંપાદક હતા. તેમનો જન્મ વિજાપુર તાલુકાના હિરપુરા ગામે થયો હતો. 1950માં બી.એ. 1954માં એમ.એ. 1962માં પીએચ.ડી. 1954-59 સુધી ભાષાભવન, ગુજરાતી યુનિવર્સિટીમાં રિસર્ચ ફેલો. 1959-62 સુધી અમદાવાદની સર એચ.એ.આર્ટસ કૉલેજમાં અધ્યાપક. 1962-68 સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યાપક, 1979માં રીડર, પછી ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને છેલ્લે ભાષાભવનના અધ્યક્ષપદેથી 1986માં નિવૃત્ત. તે પછી કૉલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત યુનિવર્સિટીમાં ડાયરેકટર તથા 1988માં યુ.જી.સી તરફથી એમિરિટસ પ્રોફેસર. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમને 1984નું સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક પણ મળેલ છે.