ચંદ્રકાંત પંડયાનો જન્મ ધરમપૂરમાં થયો હતો. નવસારીમાં શિક્ષક તરીકે કાર્યરત હતા. 1955માં નવસારીમાં લલિત કલા ટ્રસ્ટની સ્થાપના કરી. 1961માં નવસારીમાં ઇંડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના કરી. લખવાની શરૂઆત હાઇસ્કૂલમાં ભણતા ત્યારથી કરેલી. સુંદરમનું 'ત્રણ પાડોશી' અને ઉમાશંકર જોશીનું 'એક જ માનવી કાં ગુલામ?’ એ કાવ્યો વાંચી કવિતા લખવાની પ્રેરણા થયેલી. 'બાનો ભીખુ' એમની ચિરંજીવી કૃતિ છે. ઈંગ્લેન્ડ - યુરોપની યાત્રાનું વર્ણન 'સુદામે દીઠી દ્વારામતી!' નામે કર્યું છે. મોરારીબાપુની કથા નિમિત્તે આફ્રિકા પ્રવાસનું વર્ણન 'ઘડીક સંગ શ્યામ રંગનો' નામે અને અમેરિકા પ્રવાસનું વર્ણન 'વસાહતીઓનું વતન' નામે પ્રગટ થયું છે.