Hardwar Goswami
3 Books / Date of Birth:- 18-07-1976
હરદ્વાર ગોસ્વામીએ ‘દિવ્ય ભાસ્કર’માં પાંચેક વર્ષ કૉલમ લેખન કર્યું હતું. એમની એ ‘કલરવ’ કૉલમ ખૂબ લોકપ્રિય હતી. તેઓએ અમેરિકા, કેન્યા, યુગાન્ડા, રવાન્ડા, આફ્રિકા, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક’માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાં નોકરી નહીં કરીને freelance writter તરીકે કાર્યરત છે. સમગ્ર વિશ્વમાં 2000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. USAમાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ’માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી’ વિષય પર વક્તવ્ય. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન કરી ચૂક્યા છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની professional કોમેડી પ્લે ‘મિસિસનો મિસકૉલ’ના 100 જેટલા શૉ થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે પ્રાપ્ત થયો હતો. નાની વયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત ‘યુવા ગૌરવ પુરસ્કાર’, ‘યંગ ટૅલેન્ટેડ પૉએટ’ (ન્યૂ જર્સી, U.S.), AMCનો ‘બૅસ્ટ ઍન્કર ઍવૉર્ડ’, ‘સંસ્કાર ભારતી ઍવૉર્ડ’, ‘સરસ્વતી સન્માન’, ‘બૅસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ’ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશપ્રવાસ પણ કરી ચૂક્યા છે. આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. 20થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.
Social Links:-