ડૉ.હંસલ ભચેચ વ્યવસાયે મનોચિકિત્સક અને લેખક છે. તેઓ ‘ગુજરાત સમાચાર' માં લોકપ્રિય કોલમ લેખક છે સંબંધો, લૈંગિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા અંગેની તેમની ઇન્ટરેક્ટિવ વેબસાઇટ (www.malefemale.in)વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે. ડૉ.હંસલ ભચેચે 15 પુસ્તકો લખ્યા છે અને તે સૌથી વધુ વંચાતા ગુજરાતી લેખકોમાંના એક છે. તેમનાં પુસ્તકો પુરુષ-સ્ત્રી સંબંધો અને તેના મનોવિજ્ઞાન, માનસિક વિકાર, તાણ અને તેનું સંચાલન માદક પદાર્થ વ્યસન, હતાશા,સ્કિઝોફેનિઆ, સામાન્ય જાતીય દંતકથાઓ વગેરે પર છે.