Kundanika Kapadia
24 Books / Date of Birth:- 11-01-1927 / Date of Death:- 30-04-2020
કુન્દનિકા કાપડિયા એ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો.તેમણે તેમના પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે આવેલા વાંકલ ગામે નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેઓ ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી યાત્રિક અને ૧૯૬૨ થી ૧૯૮૦ સુધી નવનીતના સંપાદક પણ રહી ચુક્યા છે. ‘સાત પગલાં આકાશમાં’ અને ‘પરમ સમીપે’ તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે. ‘સ્નેહધન’ તેમનું તખલ્લુસ હતું. એમની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ વાર્તા છે.તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સંખ્યાબંધ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. ૧૯૮૫માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ માટે મળ્યો. ૧૯૮૪માં તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.નંદીગ્રામ ખાતે તેમનું અવસાન થયું હતું. 

Showing all 24 results