Mansukh Salla
6 Books / Date of Birth:- 02-11-1942
સાવરકુંડલાની નજીક નેસડી ગામમાં જન્મેલા મનસુખ સલ્લા ગાંધીવાદી કેળવણીકાર છે. 1963માં લોકભારતી સણોસરાથી બી.એ. થઈ, 1966માં આંબલામાં શિક્ષક તરીકે જોડાયા. 1967-82 સુધી લોકભારતી, સણોસરામાં અધ્યાપક તરીકે સેવા આપી. 1982-2003 સુધી લોકભારતીમાં આચાર્ય તરીકે સેવા આપી. શિક્ષક, આચાર્ય, ડીન, સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી, સૅનેટ, સિન્ડિકેટ કે ઍકેડેમિક કાઉન્સિલના સભ્ય, સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના ગર્વનિંગ બૉડીના સભ્ય જેવા અનેક પદો પર રહીને ઊજળી કામગીરી કરી. તેમને ‘નર્મદ ચંદ્રક’ સહિત અનેક પરિતોષિકોથી સન્માનિત કરવામાં આવ્યા છે.