સ્વામી સચ્ચિદાનંદનો જન્મ ઉત્તર ગુજરાતના મોટી ચાંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી 'વેદાન્તાચાર્ય'ની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમના ગુરુ છે. તેમનો આશ્રમ 'શ્રી ભક્તિ નિકેતન 'ગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે. 'મારા અનુભવો' માટે નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૮૪) એનાયત થયેલ છે.