જાહ્નવી પી. પાલ છેલ્લાં 25 વર્ષથી લેખનક્ષેત્રે સક્રિય છે. કાયદાવિદ્ ઉપરાંત તેઓ પત્રકાર અને ઉત્કૃષ્ટ લેખક છે. આ સમય દરમિયાન સંવેદનશીલ લેખિકા તરીકે તેમના સંપર્કો તથા વ્યક્તિઓ સાથેના આદાન-પ્રદાનને પરિણામે તેમને અવનવી કથાઓ સાંપડી છે, જે કથાઓએ તેમને વિવિધ વિષય ઉપર લેખન ક૨વાની પ્રે૨ણા અને પ્રોત્સાહન આપ્યાં છે. સમાજ કલ્યાણ અને માનવતાવાદી અભિગમ દ્વારા કારકિર્દીમાં તેમણે અનેક ઊંચાઇઓ સર કરી છે.