કમલેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ 'ઓલ ઇઝ વેલ' પ્રકાશિત થયો છે. સુરતથી પ્રકાશિત થતા ગુજરાત ગાર્ડિયન દૈનિક વર્તમાનપત્રમાં તેમની કૉલમ 'ડાયરી' સારી લોકપ્રિયતા પામી છે. તેમની નવલકથા 'સાપસીડી' સાંધ્ય દૈનિક નોબતની સંગત પૂર્તિમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ હતી. અખિલ હિંદ મહિલા પરિષદ સુરત શાખા દ્વારા તેમની નવલકથા 'સાપસીડી'ને પ્રશંસા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. માતૃભારતી દ્વારા આયોજિત લૉન્ગ સ્ટોરી કૉમ્પીટીશનમાં તેમની ક્રાઇમ થ્રીલર વાર્તા 'મધર ઍક્સપ્રેસ'ને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની વાર્તા 'ઓલ ઇઝ વેલ' અને 'મા તે મા' જલસો પર વાચિકમ્ સ્વરૂપે પ્રસિદ્ધ થયેલ છે.