Jayant Pathak
2 Books / Date of Birth:- 20-10-1920 / Date of Death:- 01-09-2003
જયંત હિંમતલાલ પાઠક  ગુજરાતી કવિ અને વિવેચક હતા. ૧૯૯૦-૧૯૯૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, કુમાર સુવર્ણ ચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક જેવા પારિતોષિકો પ્રાપ્ત થયા હતા. તેમના માનમાં જયંત પાઠક કવિતા પુરસ્કાર અર્પણ થાય છે.મર્મર ૧૯૫૪માં પ્રકાશિત થયેલ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો, ત્યારબાદ સંકેત (૧૯૬૦), વિસ્મય (૧૯૬૪), સર્ગ (૧૯૬૯), અંતરિક્ષ (૧૯૭૫), અનુનય (૧૯૭૮), મૃગયા (૧૯૮૩), શૂળી ઉપર સેજ (૧૯૮૮), બે અક્ષર આનંદના (૧૯૯૨) અને ધૃતવિલંબિત (૨૦૦૩) પ્રગટ થયા હતા. તેમની કવિતાઓમાં તેમના ગામમાં વિતાવેલા બાળપણની યાદો પ્રગટ થઇ હતી કારણકે શહેરી જીવન તેમને બેચેનીનો અનુભવ કરાવતું હતું.તેમના વિવેચન સર્જનમાં આધુનિક કવિતા પ્રવાહ (૧૯૬૩), આલોક (૧૯૬૬), ટૂંકી વાર્તા: સ્વરૂપ અને સાહિત્ય (૧૯૬૮), ઝવેરચંદ મેઘાણી: જીવન અને સાહિત્ય (૧૯૬૮), રામનારાયણ વિ. પાઠક (૧૯૭૦), કાવ્યલોક (૧૯૭૪), અર્થાત (૧૯૯૭) અને ટૂંકી વાર્તા અને બીજા લેખો (૨૦૦૦)નો સમાવેશ થાય છે.

Showing all 2 results