Ramesh K.Bhatt`Rashmi' (Dr.)
2 Books
ગુજરાતી વિષય સાથે એમ.એ. પીએચ.ડી. કરનાર ડૉ. રમેશ ભટ્ટ કચ્છ, નખત્રાણાની નવોવાસ પંચાયતી પ્રાથમિક શાળામાં અધ્યાપનક્ષેત્રે કાર્યરત છે. શિક્ષણ વિષયક ઑડિયો કેસેટ્સ ‘મૂંજો વતન ધુલારો’ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ થઈ છે. તેમાં તેમનાં સંગીત, કચ્છ અને કંઠનો સમન્વય થયો છે. જિલ્લા શિક્ષણ અને તાલીમભવન પ્રાયોજિત તાલીમોમાં માસ્ટર ટ્રેનર્સથી માંડીને તાલીમાર્થી રહેલા છે. ડૉ. રમેશ ભટ્ટને IIM અમદાવાદ દ્વારા 2004માં ‘ઇનોવેટિવ ટીચર ઍવોર્ડ’, A.M.A . અમદાવાદનો ‘એક્સેલન્સ ઈન એજ્યુકેશન બેસ્ટ ટીચર એવોર્ડ 2009’, ભારત સરકાર દ્વારા 2005નો ‘રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક ઍવોર્ડ’ એ જ વર્ષે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનનો બેસ્ટ ટીચર અવોર્ડ મળ્યો છે. સાહિત્યના નામાંકિત ઍવોર્ડ ઉપરાંત વિશ્વની પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા ઈન્ટરનેશનલ બાયોગ્રાફિકલ સેન્ટર - કેમ્બ્રિજ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકેના 3 ઍવોર્ડ મળ્યા છે.