Sarang Barot
17 Books / Date of Birth:- 04-04-1919 / Date of Death:- 05-02-1988
સારંગ બારોટ લોકપ્રિય ગુજરાતી લેખક હતા. તેમનો જન્મ વિજાપુર ખાતે થયો હતો. તેઓ માત્ર 5 ચોપડી ગુજરાતી ભણ્યા હતા. ૧૯૪૧-૫૦ – મુંબઇ ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કેમેરામૅન. પ્રેસ ફૉટૉગ્રાફર-રિપોર્ટર. આશરે ત્રીસેક જેટલી નવલકથાઓનાં લેખક. કૌટુંબિક પ્રશ્નોની છણાવટ એમની નવલકથાઓમાં મુખ્ય વિષય. દીપોત્સવી અંક ખાતર અનેક વાર્તાઓ લખેલ. નવલકથાઓ – નંદનવન, રેનબસેરા (ભાગ ૧ અને ૨), નદી, નાવ, સંજોગ, વિલાસ વહુ, અગનખેલ, સૂર્યમૂખી, ધીરા સો ગંભીર વગેરે વાર્તાસંગ્રહો – અક્ષયપાત્ર, મોહનાં આંસુ, વિમોચન, કોઇ ગોરી કોઇ સાંવરી, રાગવૈરાગ, તન્વી શ્યામા, મેઘ મલ્હાર, ગુલબંકી વાર્તાઓ – ઝોબો, વાડામાંનો વાધ, સુખિયો જીવ, કપાતર નાટક – પ્રેમસગાઇ, એક ડાળના પંખી

Showing all 17 results