ડૉ. શિવાંગી પંડયાનો જન્મ સેદરડી (મહેસાણા) ખાતે થયો હતો. તેઓ એમ.એ., બી. એડ., નેટ, એમ. ફિલ. પીએચ.ડી. જેવી ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી ધરાવે છે. તેમણે ‘સુન્દરમ’નાં સાહિત્ય અને જીવન કવન પર વિશેષ સંશોધન કરેલું છે. તેમણે એસ. એલ. યુ. આર્ટ્સ કોલેજ, (અમદાવાદ) સરકારી આર્ટ્સ કૉલેજ, (અમીરગઢ) અને આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, (બામણા) જેવી વિવિધ કૉલેજમાં અધ્યાપન કાર્ય કરેલું છે.